તૂરી બારોટ સમાજનો સમૂહ લગ્નોસ્તવ ૨૦૨૫ તા.૦૨-૦૨-૨૦૨૫ ને રવિવારના રોજ મહેસાણા ખાતે યોજાશે
તૂરી બારોટ સમાજનો સમૂહ લગ્નોસ્તવ : સામાજિક સેવામાં હર હમેશા અગ્રેસર રહેનાર સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ મહેસાણા દ્વારા અનેક સામાજિક વિકાસને લગતા કાર્યક્રમો થઈ ચૂક્યા છે ત્યારે પ્રમુખશ્રી ચિરાગભાઈ ડી બારોટની આગેવાનીમાં આગામી વસંત પંચમીના રોજ તૃતીય સમૂહલગ્નોસ્તવ ૨૦૨૫નું આયોજન થવા જઈ રહ્યું છે.
વધુમાં વધુ તૂરી બારોટ સમાજના લોકો આ કાર્યક્રમનો લાભ લે : પ્રમુખશ્રી ચિરાગભાઈ ડી બારોટ
તૂરી બારોટ સમાજનો સમૂહ લગ્નોસ્તવ : પ્રયત્ન, પ્રોસ્તાહન અને પ્રગતિના સ્લોગન સાથે આગળ વધતી તૂરી બારોટ યુવા સંચાલિત માનવ સેવા ટ્રસ્ટ મહેસાણા તૂરી બારોટ સમાજના વિકાસને લગતા અનેક કાર્યક્રમો ભૂતકાળમાં કર્યા છે. પ્રથમ અને દ્વિતીય સમૂહ લગ્નની સફળતા બાદ હવે આ સંસ્થા પ્રમુખશ્રી ચિરાગભાઈ ડી બારોટની આગેવાનીમાં આગામી વસંત પંચમીના રોજ તૃતીય સમૂહલગ્નોસ્તવ ૨૦૨૫નું આયોજન કરવા જઈ રહી છે ત્યારે વધુ માં વધુ લોકો આ સમૂહલગ્નનો લાભ લે અને સામાજિક વિકાસમાં સહયોગ આપે તેવી પ્રમુખ શ્રી ચિરાગભાઈ બારોટે આશા વ્યક્ત કરી છે.
તૂરી બારોટ સમાજનો સમૂહ લગ્નોસ્તવ : ચિરાગભાઈએ વધુમાં જણાવ્યુ હતું કે આ કાર્યક્રમ પાછળ સમગ્ર માનવ સેવા ટ્રસ્ટ મહેસાણા સંસ્થાના સભ્યો અને સહ કર્મીઓની અથાક મહેનત છે. અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે તનતોડ મહેનત ચાલી રહી છે.
સમૂહ લગ્નમાં જોડકાના નામ નોંધાવવા આજે જ સંપર્ક કરો
શ્રી ચિરાગભાઈ ડી બારોટ – પ્રમુખ
માનવ સેવા ટ્રસ્ટ મહેસાણા
મો. ૯૯૦૯૧ ૭૯૫૮૭
તૂરી બારોટ સમાજનો સમૂહ લગ્નોસ્તવ
સમૂહ લગ્નની તારીખ – ૦૨-૦૨-૨૦૨૫, રવિવાર (વસંત પંચમી)
સમૂહ લગ્નનું સ્થળ – મહેસાણા ગાંધીનગર હાઇવે, મહેસાણા – ૧
તૂરી બારોટ સમાજને લગતા તમામ સમાચાર આપ જાણી શકશો આપની આ barotratna.com ની વેબસાઇટ પર. તો આજે જ આપણી પોતાની વેબસાઇટ ને સબ્સ્ક્રાઈબ કરી લો અને તૂરી બારોટ સમાજને લગતા તમામ સમાચારોનો લાભ ઘરેબેઠા લો. આભાર