અપરાજિતા ટ્રસ્ટ અનેક જરૂરતમંદ મહિલાઓ માટે આશાનું કિરણ છે : યોગીનીબેન વ્યાસ
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહિલા વિકાસ સ્વપ્નને સાકાર કરવા માટે અપરાજિતા ટ્રસ્ટ મહેસાણાના પ્રમુખ શ્રીમતી અંજના બેન પરમારના અધ્યક્ષ સ્થાને ગઠિત અપરાજિતા ટ્રસ્ટ મહેસાણાના ઉપક્રમે ટાઉનહોલ મહેસાણા ખાતે આજે ભીમ વંદના ગાયન સ્પર્ધા 2025 બાળ અને યુવા વિભાગની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં સમગ્ર રાજ્યમાંથી 16 ચુનંદા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
ભીમ વંદના – ગાયન સ્પર્ધા ૨૦૨૫
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ દેશના કરોડો પદ દલિતોની સાથે દેશની મહિલાઓના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે રજૂ કરેલા હિંદુ કોડ બિલમાં તેમણે મહિલાઓને સમાજ ના મુખ્ય પ્રવાહમાં આગળ લાવવા માટે પ્રમુખ જોગવાઈઓ કરી હતી. બીજા અર્થમાં કહીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતીય મહિલાઓના પ્રથમ મુક્તિદાતા હતા.


ભીમ વંદના – ગાયન સ્પર્ધા ૨૦૨૫ : ભીમ વંદના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા શ્રીમતી યોગીનીબેન વ્યાસ પૂર્વ ઉપાધ્યક્ષ ગુજરાત રાજ્ય મહિલા સુરક્ષા સમિતિએ જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ મહિલાઓના વિકાસ માટે અનેકવિધ સફળ પ્રયત્નો કર્યા છે અને જેના ભાગરૂપે આજે ભારતીય મહિલાઓ સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ ઉભી કરી શકી છે. ભારતીય પરંપરાઓમાં ડગલેને પગલે સ્ત્રીઓને પડતી તકલીફોનું નિવારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રચિત બંધારણમાં મહિલાઓને મળેલ સમાન નાગરિક અધિકાર કાયદાના કારણે આજે આપણે મહિલાઓની પ્રગતિ જોઈ શકીએ છીએ અપરાજિતા ટ્રસ્ટ મહેસાણા એ અનેક જરૂરતમંદ મહિલાઓ માટે આશાનું કિરણ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે અપરાજિતા ટ્રસ્ટ આગામી સમયમાં મહિલાઓના વિકાસ માટે એક આગવી હરણફાળ ભરીને સોનેરી અક્ષરે નામ અંકિત કરશે. આજની આ ગાયન સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો આવનારા દિવસોમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમની ગાયકી ક્ષેત્ર થકી ભારતનું નામ રોશન કરે તેવો પણ આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
ભીમ વંદના – ગાયન સ્પર્ધા ૨૦૨૫ : ગુજરાત રાજ્ય મહિલા બાળ આયોગના પૂર્વ સદસ્ય શ્રીમતી મધુબેન સેનમા એ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર એ અનેક ક્ષેત્રોમાં મહિલાઓના વિકાસ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ ની સફળ અમલવારી કરાવીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહિલા વિકાસના સ્વપ્નની મૂર્તિમંત કર્યું છે.








ભીમ વંદના – ગાયન સ્પર્ધા ૨૦૨૫ : આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર વિશેષ ઉપસ્થિત રહીને ભીમવંદના ગાયન સ્પર્ધા 2025 ના સ્પર્ધકોને અભિનંદન આપવાની સાથે જણાવેલ કે તુરી બારોટ સમાજ એ ગીત સંગીત થી ભરપૂર ખજાનો ધરાવતો સમાજ છે ગુજરાતના લોકગીતો હોય કે વિવિધ પ્રકારના અન્ય ગીતો હોય આ સમાજના લોકોએ તેમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને ગુજરાતની એક આગવી ઓળખ ઊભી કરી છે અપરાજિતા ટ્રસ્ટના આ ક્ષેત્રના બાળકોના વિકાસ માટેના આજના આ કાર્યક્રમ થકી મને વિશેષ આનંદ થયો છે અને આના પરિણામો આગામી દિવસોમાં ખૂબ જ સારા મળશે અને ગીત સંગીત ક્ષેત્રે બાળકો ખૂબ જ નામના મેળવીને ગુજરાત સહિત ભારતનું નામ રોશન કરશે એવું વધુમાં તેમણે જણાવ્યું હતું.
ભીમ વંદના – ગાયન સ્પર્ધા ૨૦૨૫ : અપરાજિતા ટ્રસ્ટ મહેસાણાના પ્રમુખ શ્રીમતી અંજના બેન એ સ્વાગત પ્રવચન કરતા મંચસ્થ મહાનુભાવોનું લાક્ષણિક મુદ્રામાં સ્વાગત કરવાની સાથે જણાવ્યું હતું કે અપરાજિતા ટ્રસ્ટ આગામી સમયમાં કન્યા કેળવણીને વધુ ઉત્તેજન આપવા માટે સાબરકાંઠા, બનાસકાંઠા ,પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, ગાંધીનગર ,અમદાવાદ જિલ્લા મથક ખાતે ” અપરાજિતા કન્યા હોસ્ટેલ” નું નિર્માણ કરવા માટે ગુજરાત સરકાર પાસેથી જમીન મેળવીને દાતાઓ અને વિવિધ સમાજના લોકોના આર્થિક સહયોગથી યોગ્ય પ્રયત્ન કરશે. તદુપરાંત આગામી સમયમાં તુરી બારોટ સમાજની મહિલાઓના વિવિધ ક્ષેત્રે વિકાસ માટે બહુ આયામી કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.






ભીમ વંદના – ગાયન સ્પર્ધા ૨૦૨૫ : સમગ્ર ગાયન સ્પર્ધાના નિર્ણાયક શ્રી ઓ તરીકે ગીત સંગીત ક્ષેત્રે જાણીતા મહાનુભાવો પૈકી કુમારી અવનીબેન પ્રજાપતિ(પાટણ) , શ્રીમતી શારદાબેન પી.બારોટ (જુનાગઢ ) , શ્રીમતી પદમાબેન જી.બારોટ (ગાંધીનગર ) એ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
ભીમ વંદના – ગાયન સ્પર્ધા ૨૦૨૫ : આ યોજાયેલ ગાયન સ્પર્ધામાં બાળ વિભાગમાં પ્રથમ નંબરે બારોટ દીયા સવાલા, દ્વિતીય નંબરે જાદવ નિરાલીબેન તૃતીય નંબરે બારોટ પ્રિયાન્શી જ્યારે યુવા વિભાગમાં પ્રથમ નંબરે બારોટ કંચનબેન દ્વિતીય નંબરે સુરેખાબેન બારોટ તૃતીય નંબરે બારોટ ભારતીબેન વિજેતા બન્યા હતા. તમામ વિજેતાઓને ઉપસ્થિત મહેમાનો થકી પ્રથમ નંબરને 2500 રોકડા ,શિલ્ડ, પ્રમાણપત્ર, બીજા નંબરને 1001રોકડા ,શિલ્ડ,પ્રમાણપત્ર ત્રીજા નંબરને 500 રોકડા ,શિલ્ડ, પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે બાકીના સ્પર્ધકોને આશ્વાસન ઇનામો અર્પણ કરાયા હતા.



ભીમ વંદના – ગાયન સ્પર્ધા ૨૦૨૫ : અપરાજિતા સંસ્થાના ઉપક્રમે કાર્યક્રમમાં સહયોગ કરનાર દાતાશ્રીઓને પણ ઉપસ્થિત મહાનુભાવના વરદહસ્તે શીલ્ડ, પ્રમાણપત્ર અને સાલ થી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં શ્રીમતી મીનાબેન હર્ષદભાઈ પરમાર ઉપપ્રમુખ પાટણ શેર ભાજપ મહિલા મોરચો , તુરી બારોટ સમાજની મહિલા કાર્યકરો ,આગેવાનો ઉપરાંત અન્ય ગણ માન્ય લોકોની મોટી સંખ્યામાં વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન ભૂમિ બારોટ કર્યું હતું જ્યારે આભાર વિધિ સંસ્થાના મહામંત્રી મીનાબેન જે.તુરીએ કરી હતી.


ભીમ વંદના – ગાયન સ્પર્ધા ૨૦૨૫ : આ સમગ્ર કાર્યક્રમનું આપણી લોકપ્રિય ચેનલ બારોટ રત્ન દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેનો ઘરેબેઠા દર્શકોએ લાભ લીધો હતો. જો આપ પણ સામાજિક કામોને લગતા કાર્યક્રમનું લાઈવ કરાવવા માંગો છો તો આજે જ સંપર્ક કરો આપણી બારોટ રત્ન ચેનલનો. સંપર્ક – હિમાંશુ નાયક મો. 78740 10968 અને કલ્પેશ બારોટ મો. 98796 70045. બારોટ રત્ન સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર.
Read More…
તૂરી બારોટ સમાજ સેવા સંઘ ગાંધીનગર દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ
“બારોટ સમાજ બચત મંડળ” નો સ્નેહ મિલન કાર્યક્રમ – 2025 મહેસાણા ખાતે યોજાયો
માનવ સેવા ટ્રસ્ટ મહેસાણા દ્વારા આયોજિત તૃતીય તૂરી બારોટ સમાજનો સમૂહ લગ્નોસ્તવ – ૨૦૨૫ સુખરૂપ સંપન્ન