માતૃપિત્રું વંદના ભીમ ડાયરો અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો
ડૉ.બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતીની ઉજવણી : 14 મી એપ્રીલ ડૉ.બાબા સાહેબ આંબેડકર ની 134 મી જન્મ જયંતી નિમિત્તે તા. 14-04-2025 ને સોમવારના રોજ ટાઉનહોલ ગાંધીનગર ખાતે તૂરી બારોટ સમાજ સેવા સંઘ ગાંધીનગર દ્વારા માતૃપિત્રું વંદના ભીમ ડાયરો અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો.
ડૉ.બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતી મહાપર્વ ઉજવાયુ ત્યારે આ વર્ષે તૂરી બારોટ સમાજ સેવા સંઘ દ્વારા આયોજિત સન્માન સમારોહ ભીમ ડાયરો અને પ્રથમવાર સામાજિક રીતે સામૂહિક માતૃ પિતૃ વંદના કાર્યક્રમ ગીત સંગીતની સાથે યોજી ગાંધીનગર ખાતે ડો.બાબા સાહેબની જન્મ જયંતિ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રી સહિત અનેક રાજકીય નેતાઓ, આગેવાનોએ હાજરી આપી
ડૉ.બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતીની ઉજવણી : આ ભવ્ય કાર્યકમમા સમારોહના અધ્યક્ષ આપણા રાજ્યના લોક લાડીલા માનનીય મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સમારોહના ઉદઘાટક માનનીયશ્રી ઋષિકેશભાઈ પટેલ મંત્રીશ્રી આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી ઉચ્છ તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયતંત્ર વૈધાનિક સંસદીય બાબતો ગુજરાત રાજ્ય, મુખ્ય મહેમાન શ્રી મા.રજનીભાઇ બી પટેલ મહામંત્રી શ્રી ભાજપા ગુજરાત પ્રદેશ, લોક સભા સાંસદ પાટણ મા.ભરતસિંહ ડાભી, લોક સભા સાંસદ મહેસાણા મા.હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મહેસાણા મા. મયંકભાઇ નાયક સહિત રાજયકક્ષાના મંત્રીશ્રી, ગાંધીનગર ધારાસભ્યશ્રી, મીડિયા પ્રવક્તા પ્રદેશ ભાજપ શ્રી શૈલેષ પરમાર વગેરેની વિશેષ ઉપસ્થિતિમા આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ડૉ.બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતીની ઉજવણી : સમારોહમાં વિશેષ ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું હાર્દિક અભિવાદન કરતા સંઘના ભૂતપૂર્વ પ્રમુખ નિવૃત્ત આઇ એ એસ શ્રી આર એમ જાદવ સાહેબ અને વર્તમાન યુવા પ્રમુખ ડૉ.શૈલેષ તૂરી દ્વારા સાહેબનું શાલ મોમેંટ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું સાથે જ દરેક જિલ્લાના કાર્યરત સંઘ પ્રતિનિધિ ટીમ મિત્રો દ્વારા અને પાટણ જિલા ટીમ દ્વારા પણ શાલ અને મોમેટ અર્પણ કરી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

તૂરી બારોટ સમાજ માટે વિદ્યા સંકુલ અને હોસ્ટેલ તેમજ કલાકારોના જીવન નિર્વાહ બાબતે વિશેષ માંગણી સહ રજૂઆત કરાઇ
ડૉ.બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતીની ઉજવણી : આ મહોત્સવ દરમ્યાન તૂરી બારોટ સમાજની વર્તમાન પ્રજાલક્ષી સરકાર સમક્ષ મુખ્યત્વે માંગણી સંદર્ભે વિદ્યા સંકુલ અને હોસ્ટેલ માટેની યોગ્ય જગ્યા ફાળવવાની માંગ સાથે રાજ્યના પાટનગર ગાંધીનગરમા કળા જગત સાથે સંકળાયેલા તૂરી બારોટ સમાજના નવયુવાનો માટે સંગીત ક્ષેત્રે ડિગ્રી મેળવવા માટે સંગીત શાળા કે ભવનની માંગ સાથે કળા જગતના વયોવૃદ્ધ અને પીઢ કલાકારોના જીવન નિર્વાહને ધ્યાનમાં રાખવા અને એ સંદર્ભમાં સરકાર કંઇક વિચારે તે બાબતે કાર્યક્રમમા સવિશેષ ઉપસ્થિત રાજ્યના મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને સંઘના યુવા પ્રમુખ ડૉ.શૈલેષ તૂરી દ્વારા વિનમ્ર ભાવ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વાતને ધ્યાને લેતા હકારાત્મક પ્રતિભાવ આપતા કહ્યું હતું કે ગાંધીનગરની આસપાસ યોગ્ય દ્વષ્ટિએ જગ્યા શોધી લાવો આપની પ્રજા લક્ષી સરકાર આપની એ ઈચ્છા પૂર્ણ કરીશું. ત્યારે સમગ્ર ટાઉન હોલ અત્રે ઉપસ્થિત માનવ મહેરામણ દ્વારા તાલિયોથી ગુંજી ઊઠ્યું હતું. મંત્રીશ્રી અન્ય મુદ્દાઓ ઉપર પણ યોગ્ય વિચાર કરવા હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને સમાજલક્ષી પ્રેરક પ્રવચન આપ્યું હતું.
ભવાઈ કલાકારો દ્વારા ગીત સંગીત પીરસવામાં આવ્યું

આ સમારોહમાં ઉપસ્થિત અન્ય મંત્રીશ્રીઓએ પણ સમાજના કાર્યશૈલીને બિરદાવતા કહ્યું હતું કે શિક્ષણ પાયાંનું પરિબળ છે શિક્ષણ વિના ઉદ્ધાર નથી માટે શિક્ષણ વધુ વેગવંતુ બનો સાથે જ સમાજમા પ્રેરક વિચાર રજૂ કર્યા હતા. આ સમારોહમાં અન્ય અનેક આમંત્રિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી સ્ટેજ શોભાવ્યું હતું. સાથે જ સમાજના નામાંકિત ભવાઈ કલાકારો દ્વારા ગીત સંગીત પીરસતા આમંત્રિત મહાનુભાવો મહેમાનોને પોતાની કળા અને મનોરંજન માધ્યમથી આવકારવામાં આવ્યા હતા.
તૂરી બારોટ સમાજની એક મોબાઈલ એપનું મુખ્ય મંત્રીશ્રી ના વરદ હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું
ડૉ.બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતીની ઉજવણી : તદુપરાંત તૂરી બારોટ સમાજની એક મોબાઈલ એપનું મુખ્ય મંત્રીશ્રી ના વરદ હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ મોબાઇલ એપના મુખ્ય દાતાશ્રી ભરતભાઈ એલ રાવળ ડાયરેક્ટર લાભ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લિ. દ્વારા સંઘ ને રૂ.2,51,000. નું માતબર દાન આપવામાં આવ્યું હતું.


આ સમારોહમાં સન્માનિત વિદ્યાર્થી મિત્રોને સમર્પિત 10 ગ્રામના ચાંદીના સિક્કાના દાતાશ્રીઓ આર એમ જાદવ નિવૃત્ત આઇ એ એસ એવમ સામાજિક આગેવાન ચેનપુર શ્રી વિનોદભાઈ રતિલાલ પરમાર દ્વારા આપવામાં આવ્યા હતા. સો થી વધુ વિદ્યાર્થી મિત્રોનું અત્રે મોમન્ટ પ્રમાણપત્ર અને પેન ચાંદીના સિક્કા અર્પિત કરી સન્માન કરવામાં આવ્યું હતું..
માતૃ પિતૃ વંદના કાર્યક્રમના ફોટોગ્રાફ





















ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું



ડૉ.બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતીની ઉજવણી : આ મહોત્સવમાં સુંદર મજાનું ભવ્ય ભીમ ડાયરાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રાંતિકારી ભીમ ભજનિક શ્રી ચંદ્ર બારોટ દ્વારા ભીમ ભજનો ગાઈ ગીત સંગીતના તાલે લોકોને મંત્ર મુગ્ધ કર્યા હતા. ગીત સંગીત રોકસ્ટાર રિંકુ ડેરીયા ટીમ દ્વારા પીરસવામાં આવ્યું હતું. સાથે જ આ કાર્યકમના સંધ્ય સમયે માતૃ પિતૃ વંદના કાર્યકમ પન યોજાયો હતો જેમાં સામૂહિક રીતે 35 થી પણ વધુ સંતાનોયે પોતાના માતા પિતા હયાત હોય કે ન હોય એમના ગાયત્રી વિધિથી પૂજા અર્ચન કરી માતૃ પિતૃ વંદના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
રાત્રિના સમયે ગુજરાતી કલાકારો દ્વારા મંચને ચાર ચાંદ લગાવાયા
ડૉ.બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતીની ઉજવણી : રાત્રીના ભોજન બાદ ફિલ્મ સ્ટાર રાકેશબારોટ અને જીજ્ઞેશ બારોટ, ભરત બારોટ, બાબુલ બારોટ દ્વારા ડાયરાને ચાર ચાંદ લગાવાયા હતા. ગીત સંગીતના તાલે ટાઉનહોલમા બેઠેલા દર્શક ગણ ઝૂમી ઉઠ્યા હતા અને ગીત સંગીતના સુર સમાજના બાંધવ બેલડી બેન્જો માસ્ટર રજની બારોટ અને તબલા ઉસ્તાદ જીગર બારોટ અને તેમની ટીમ દ્વારા રેલાવાવામાં આવ્યા હતા. હાજર સૌ કોઈ સમાજ સ્નેહીજનો એ મોટી સંખ્યામાં હાજર રહી મન ભરીને આ કાર્યકમને માણ્યો હતો. અને સાચા અર્થમાં ડૉ.બાબા સાહેબ ની આ 134 મી જન્મ જયંતિ ની ભીમ દિવાળી તરીકે ઉજવણી કરી હતી.







આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સંઘની ચેનલ સાથે સાથે તુરી બારોટ સમાજની સમાજિક ચેનલ બારોટ રત્ન દ્વારા કરવામાં આવ્યું હતું. જેના ઘેર બેઠા દર્શકોયે લહાવો લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા પ્રમુખ ડૉ.શૈલેષ તૂરી અને એમની યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.