તૂરી બારોટ સમાજનો સમૂહ લગ્નોસ્તવ – ૨૦૨૫ માં 9 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા : આયોજકો દ્વારા સુંદર આયોજન, નામાંકિત કલાકારોએ કાર્યક્રમમાં રંગ જમાવ્યો
તૂરી બારોટ સમાજનો સમૂહ લગ્નોસ્તવ – ૨૦૨૫ : ગત તા 02-05–2025 ને રવિવાર (વસંત પંચમી) ના પાવન પ્રસંગે માનવ સેવા ટ્રસ્ટ મહેસાણા દ્વારા કુક્સ ચોકડી પાસે આવેલા લાખવડ ગામના પ્રવેશ દ્વાર નજીકના મેદાનમા તૂરી બારોટ સમાજના તૃતીય સમૂહ લગ્ન યોજાયા હતા. જેમાં નવ જોડકાંઓએ (યુવક યુવતી)એ અગ્નિદેવની સાક્ષીએ મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિવિધાન મુજબ વિવાહ કરી પ્રભુતામાં પગલા પાડ્યા છે. આ પ્રસંગે તૂરી બારોટ સમાજમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન કરનારા સંસ્થાના પ્રમુખ ચિરાગભાઈ બારોટ અને તેમની ટિમ દ્વારા ભારે જહેમતની સાથે સુંદર આયોજન કરી સમગ્ર કાર્યક્રમને સુખરૂપ પાર પાડ્યો હતો.
નવ યુગલોએ વિધિવિધાનથી જોડાઈ સુંદર ભવિષ્યમા પગરણ માંડ્યા.
તૂરી બારોટ સમાજનો સમૂહ લગ્નોસ્તવ – ૨૦૨૫ : માનવ સેવા ટ્રસ્ટ એ તૂરી બારોટ સમાજના સક્રિય અને જાગૃત યુવાઓ દ્વારા સંચાલિત સામાજિક સેવાકિય સંસ્થા છે. જે સમાજ વિકાસના કાર્યો જેવા કે શિક્ષણ, બ્લડ ડોનેશન, ચોપડા વિતરણ, સેવાકિય મેડિકલ કેમ્પ, રોજગાર ભરતી મેળો, સગપણ માટે સાથે પસંદગી મેળો, સમાજના નવા જૂના ડોક્ટર્સ રત્નોનું સન્માન, વડીલ તેમજ નવીન નોકરિયાત વર્ગનું સન્માન અને બબ્બે સમૂહ લગ્નોત્સવની ભવ્ય સફળતા બાદ આ વર્ષે તૃતીય સમૂહ લગ્ન યોજ્યા હતા. જેમાં કુલ નવ યુગલોએ વિધિવિધાનથી જોડાઈ સુંદર ભવિષ્યમા પગરણ માંડ્યા હતા.





કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા 15 દિવસથી રાત – દિવસ ઉજાગરા કર્યા છે – પ્રમુખશ્રી ચિરાગભાઈ બારોટ
તૂરી બારોટ સમાજનો સમૂહ લગ્નોસ્તવ – ૨૦૨૫ : માનવ સેવા ટ્રસ્ટ મહેસાણાના જાગૃત યુવાઓએ ખુબ જ જહેમત ઉઠાવી રાત ઉજગરા કરી ખુબજ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. નવ પરણિત માટે ચોરી સજાવટથી લઇ વિશાળ મંડપ, ચાય-પાણીની વ્યવસ્થા, જમવા માટે અલગ અલાયદું ભોજન કક્ષ, બહેનો પુરુષો માટે બાથરૂમની અલાયદી વ્યવસ્થા, વિશાળ વાહન પાર્કિંગ વ્યવસ્થા સાથે જ વર અને કન્યા પક્ષને ઉતારા માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ટ્રસ્ટના પ્રમુખશ્રી ચિરાગભાઈ બારોટે જણાવ્યું હતું કે આ છેલ્લા પંદર દિવસની સખ્ત જહેમત ઉઠાવ્યા બાદ એકધારા રાત ઉજારા કરી આ સામાજિક પ્રવૃત્તિને સફળ બનાવવા કમર કસી હતી. જે સાકાર અને સફળ બની. સાથે જ આ કાર્ય લાખવડ ગામના પ્રવેશ દ્વાર પર જ આયોજીત કરવાનું હોવાથી લાખવડ ગામના તૂરી બારોટ સમાજના સ્થાનિક રહીશો વડીલો ખાસ કરીને યુવા સંગઠનના મિત્રો દ્વારા કામગીરીને સફળ બનાવવા ખુબજ સારો સાથ અને અન્ય સહકાર મળ્યો જે નોંધપાત્ર છે. આ મહોત્સવમાં દાતાઓ દ્વારા અપાયેલ ભેટ સોગાદોની કીટ કન્યાઓને અર્પણ કરાઇ હતી.
તૂરી બારોટ સમાજનો સમૂહ લગ્નોસ્તવ – ૨૦૨૫ : મુખ્ય દાતાશ્રી પુંજાભાઈ તૂરી, પ.પુ.મહંત ૧૦૦૮શ્રી જયરામગીરી બાપુ, અને પ.પૂ. કોઠારી સ્વામી દશરથગીરી બાપુ. (શ્રી વાળીનાથ અખાડા તરભ ), મુકેશકુમાર પરમાર, અજયકુમાર જાદવ સહિત મહાનુભાવોએ કાર્યક્રમની શોભા વધારી હતી. આમંત્રિત નામી અનામી સેલિબ્રિટી, સામાજિક રાજકીય શૈલેષભાઈ પરમાર, નારણભાઈ બારોટ, લક્ષ્મીચંદ સોલંકી, કલા જગતમાંથી રાકેશ બારોટ, શૈલેષ બારોટ, અને અન્ય કલાકાર મિત્રો તેમજ કાર્યક્રમમા દાતાશ્રીઓનું સાલ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સંગીતની મેહફીલ સમાજના જાણીતા રોક સ્ટાર રિંકુ ડેરીયા અને સમાજની કલાકાર દીકરીઓએ ડેરિયા બીટ્સનાં સંગીતકારો દ્વારા લગ્ન ગીતોની જોરદાર જમાવટ કરી હતી. તો વળી રાકેશ બારોટ અનેં શૈલેશ બારોટની સાથે દિયા સવાલાએ પણ ગીતોની મોજ કરાવી જોરદાર સ્ટેજ ડોલાવ્યું હતું.

આગામી સમયમા પણ સામાજિક સ્તરે સેવાકિય કાર્યક્રમો સંસ્થા દ્વારા ક્રરવામા આવનાર છે
તૂરી બારોટ સમાજનો સમૂહ લગ્નોસ્તવ – ૨૦૨૫ : આ મહોત્સવ મા ભોજન દાતાશ્રી વાળીનાથ અખાડા તરભ દ્વારા ભોજન પ્રસાદનો લ્હાવો હાજર સમસ્ત સમાજના લોકોને મળ્યો હતો. હજુ આગામી સમયમા પણ સામાજિક સ્તરે સેવાકિય કાર્યક્રમો સંસ્થા દ્વારા ક્રરવામા આવનાર છે તેમ સંસ્થાના પ્રમુખશ્રી ચિરાગભાઈ બારોટે જણાવ્યુ હતું. આ પ્રસંગે બારોટ રત્ન જે તૂરી બારોટ સમાજની એકમાત્ર યુ ટ્યુબ ચેનલ છે તેના ઉપર સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
સંપૂર્ણ સમૂહ લગ્નનો વિડીયો જોવા માટે ક્લિક કરો – તૂરી બારોટ સમાજનો સમૂહ લગ્નોસ્તવ – ૨૦૨૫
તૂરી બારોટ સમાજને લગતા તમામ સમાચાર આપ જાણી શકશો આપની આ barotratna.com ની વેબસાઇટ પર. તો આજે જ આપણી પોતાની વેબસાઇટ ને સબ્સ્ક્રાઈબ કરી લો અને તૂરી બારોટ સમાજને લગતા તમામ સમાચારોનો લાભ ઘરેબેઠા લો. ધન્યવાદ.